ભારતીય વન અનુસંધાન તથા અધ્યયન સંસ્થાનના મહાનિર્દેશક સુરેશ ગૈરોલાએ જણાવ્યું કે, આ અંગે સરકાર વિચાર કરી રહી છે જેમાં લોકોના વિચારોને ધ્યાનમાં લઇ અંતિમ નિર્ણય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, અમને આશા છે કે,કેન્દ્ર સરકાર અમને મંજૂરી આપશે.તેમણે વધુમાં કહ્યું કે,આ દેશની ચોથી વન નીતિ હશે.આ આગાઉ 1894,1952 તથા 1988માં વન નીતિ લાગુ કરાઈ હતી.