નવી દિલ્હી: દેશમાં રાજકારણના ટ્વીટ પર રિ-ટ્વીટ કરી અને આક્ષેપો કરવાની તો જાણે સીઝન ચાલી રહી હોય તેવુ લાગી રહ્યું છે. ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવા અંગેની વાત કહી હતી. આ તકે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ એક પણ મોકો છોડ્યા વગર ટ્વીટનું સીધુ જ રિ-ટ્વીટ કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે એક ટ્વીટ કરતા કહ્યું કે, હું સોશિયલ મીડિયાને છોડવા અંગે વિચાર કરી રહ્યો છું. આ તકે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રિ-ટ્વીટ કરી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના મુદ્દાઓ પરથી દેશના લોકોનું ધ્યાન ભટકાવી રહ્યાં છે.