મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોના મહામારી સામે લડવું મુશ્કેલ છે. પરતું તેને લઇને તણાવ લેવાની જરૂર નથી. કારણ કે, અમે વધારાની સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે તૈયાર છીએ.
તેમણે જણાવ્યું કે મેં ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી સાથે વાત કરી હતી. તેમણે તૈયારી માટે (ઘરેલું ઉડાન શરૂ કરવા) માટે વધુ સમય માંગ્યો હતો. અમે કહી નહી શકીએ કે, લોકડાઉન 31 મે સુધીમાં સમાપ્ત થઈ જશે. પરંતુ અમે કેવી રીતે આગળ વધવું તે જોઈ રહ્યા છીએ. આવનાર સમય મહત્વપૂર્ણ છે કારણ કે, વાયરસ ઝડપથી વધી રહ્યો છે. હું તબીબી સમુદાયને ખાતરી આપવા માંગું છું કે, અમે તેમની સાથે છીએ.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટેના તમામ પ્રયાસો કરવા છતાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 47 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. તેમજ હજારોની સંખ્યામાં પ્રતિદિન નવા કેસ સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી 18 પોલીસકર્મીઓ સહિત લગભગ 1600 લોકોના મોત થઇ ગયા છે. હાલ, રાજ્યમાં 33,786 એક્ટિવ છે, અને 13 હજારથી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.