ETV Bharat / bharat

એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયેન્ટ(API), 70 ટકા બલ્ક ડ્રગ્સ ચીનથી આયાત થાય છે - ETV India Reading Special

ભારતનો ફાર્મા ઉદ્યોગ એપીઆઈ, ઈન્ટરમીડિયેટ્સ તેમજ અનેક ઓર્ગેનિક કેમિકલ્સની સપ્લાય માટે ચીનના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ ઉપર મોટા પાયે નિર્ભર છે. ચીનથી કરવામાં આવતી ફાર્માસ્યુટિકલ અને ઓર્ગેનિક કેમિકલની કુલ આયાત આશરે 10 અબજ ડોલર જેટલી છે, જેમાંથી બલ્ક ડ્રગની આયાત મૂલ્યની દ્રષ્ટિએ 2.5 અબજ ડોલરથી વધુની હોવાનું હૈટોન્ગ સિક્યોરિટીઝનો અહેવાલ જણાવે છે.

active-pharmaceutical-
એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયેન્ટ (API - સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક)
author img

By

Published : Jul 4, 2020, 9:57 AM IST

ભારતનો ફાર્મા ઉદ્યોગ એપીઆઈ, ઈન્ટરમીડિયેટ્સ તેમજ અનેક ઓર્ગેનિક કેમિકલ્સની સપ્લાય માટે ચીનના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ ઉપર મોટા પાયે નિર્ભર છે. ચીનથી કરવામાં આવતી ફાર્માસ્યુટિકલ અને ઓર્ગેનિક કેમિકલની કુલ આયાત આશરે 10 અબજ ડોલર જેટલી છે, જેમાંથી બલ્ક ડ્રગની આયાત મૂલ્યની દ્રષ્ટિએ 2.5 અબજ ડોલરથી વધુની હોવાનું હૈટોન્ગ સિક્યોરિટીઝનો અહેવાલ જણાવે છે.

ભારતની દવા બનાવતી કંપનીઓ તેમના કુલ બલ્ક ડ્રગ્સમાંથી લગભગ 70 ટકા બલ્ક ડ્રગ્સ ચીનથી આયાત કરે છે. બલ્ક ડ્રગ્સ તરીકે પણ ઓળખાતાં એપીઆઈ, દવાઓ બનાવવા માટે વપરાતો મહત્ત્વનો કાચો માલ છે.

ચીનના સપ્લાયરો પાસેથી વિશાળ જથ્થામાં આયાત કરવામાં આવતાં એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયેન્ટ) જે દવાઓમાં વપરાય છે, તે દવાઓના મુખ્ય વર્ગ આ મુજબ છે :

1) એન્ટીબાયોટિક્સ,

2) એનએસએઆઈડીઝ,

3) એઆરવીઝ,

4) એન્ટી-એપિલેપ્ટિક,

5) બેઝિક કેન્સર પ્રોડક્ટ્સ

ચીનથી આયાત કરવામાં આવતાં મહત્ત્વનાં સ્ટાર્ટિંગ મટિરિયલ્સ

1) એસેટિક એસિડ,

2) પેરા એમિનો ફિનોલ,

3) 6 એપીએ,

દવા કંપનીઓને ચિંતા છે કે ચીનથી આયાત કરાયેલાં તેમનાં કન્સાઈન્ટમેન્ટ્સ માટે ભારતમાં વિવિધ બંદરો - પોર્ટસ અને એરપોર્ટસ ઉપર મંજૂરી મેળવવામાં સતત લાંબો વિલંબ થઈ રહ્યો છે, જેનાથી તેમનાં ઉત્પાદનોની ગુણવત્તા ઉપર અસર થશે. સોમવારે છ દિવસથી વધુ વિલંબ બાદ ગુજરાત પહોંચેલાં કેટલાંક કન્સાઈન્મેન્ટ્સ આડેધડ રીતે ખોલવામાં આવેલી સ્થિતિમાં મળ્યાં હતાં, જેનાથી ઉત્પાદનની કાર્યક્ષમતા ઉપર ખરાબ અસર પડી શકે છે. આને કારણે એપીઆઈ માટે ચીન ઉપર આધાર રાખતી ફાર્મા કંપનીઓના ઉત્પાદનને અસર થશે.

સરકારે ચીનથી આયાત કરાયેલાં એપીઆઈને મંજૂરી આપવાનું શરૂ કર્યું

ચીન ઉપરનાં આયાત નિયંત્રણોને હળવાં કરતાં કસ્ટમ્સ વિભાગે ત્યાંથી આયાત થઈ રહેલા ફાર્મા ઉદ્યોગના કાચા માલનાં કન્સાઈન્ટમેન્ટ્સને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. એલજી, સેમસંગ, ટોયોટા, હોન્ડા અને સિમેન્સ સહિત ટોચના 11 આયાતકારોના કન્સાઈન્મેન્ટ્સને પણ પ્રવેશની મંજૂરી અપાશે અને તેમને 100 ટકા તપાસના નિયમમાંથી મુક્ત કરાશે. કડક સુરક્ષા લાગુ કરવાને કારણે ઊભા થયેલા આર્થિક વિક્ષેપના એક સપ્તાહ બાદ આ નિર્ણય લેવાયો છે, પરિણામે ભારતીય બંદરો ઉપર ચીનથી આવી રહેલા માલસામાનનો ખડકલો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.