આ કેસમાં જોવા જઈએ તો મુન્ના બજરંગીની ગત વર્ષે બાગપત જેલમાં ફાયરીંગ દરમિયાન હત્યા થઈ ચૂકી છે. આજે બાકીના આરોપીઓને પણ કોર્ટે છોડી મુક્યા હતાં.
આ આરોપીઓ પર એવો આરોપ હતો કે, મુખ્તાર અંસારીના કહેવા પર મુન્ના બજરંગીએ સાથીઓ સાથે મળીને લખનઉ હાઈવે પર કૃષ્ણાનંદ રાયની ગાડી પર AK47થી 400 ગોળીઓ વરસાવી દીધી હતી. આ હુમલામાં કૃષ્ણારાય સહિત તેમની સાથે અન્ય 6 લોકોના પણ મોત થઈ ગયા હતાં.તેમના મૃતદેહમાંથી 67 ગોળીઓ નીકળી હતી.