જયપુર: ભારે ગરમીમાં પરપ્રાંતિય મજૂરોને ચપ્પલ વગર ચાલતા જોઈને જયપુર કમિશ્નર ACPએ ચાલુ લોકડાઉન વચ્ચે ઘર તરફ જતાં લોકોને ચપ્પલ અને આવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યુ હતું.
ACP પુષ્પિન્દરસિંહે ચપ્પલ સાથે પરપ્રાંતિય મજૂરોને પાણી, કપડાં અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું.
આદર્શ નગર ACP સિંહે ઇટીવી ભારત સાથે વાત કરતાં કહ્યું હતું કે, "કામદારો પોતાના ઘરે જવા માટે ભારે તાપમાં ભૂખ્યાં તરસ્યા તેઓ સતત ચાલી રહ્યાં છે. તેમની પાસે તાપથી બચવા માટે ચપ્પલ પણ નહોતા. જેથી અમે પરપ્રાંતિય મજૂરોને મદદ કરી રહ્યા છીએ. તેમને ચપ્પલ, પાણી, બિસ્કીટ, કપડાં અને અન્ય વસ્તુઓ આપી શક્ય એટલી મદદ કરી રહ્યાં છે. "
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, "કામદારોને તેમના રાજ્યની સરહદની મુસાફરી માટે પરિવહન સુવિધા આપવામાં આવે છે. મોટાભાગના મજૂરો બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યા છે."
આ ઉપરાંત આરોગ્યના પ્રશ્નોનો સામનો કરી રહેલા મજૂરો માટે પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું એમ એસીપીએ જણાવ્યું હતું.