મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના રતલામ બાયપાસ પર એસિડ ભરેલા ટેન્કરમાંથી એસિડ લીકેજ થયું હતુ. ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી ગઈ હતી. આ ટેન્કર મધ્યપ્રદેશના નાગદાથી અમદાવાદ જઈ રહ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
રતલામ બાયપાસ પર આજે એસિડ ભરેલા ટેન્કરમાંથી એસિડ લીકેજ થયું હતુ. ટેન્કરમાંથી એસિડ લિકેજ થતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. આસપાસના લોકોને આ સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાંથી ધુમાડા નિકળતા હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ટેન્કર નાગદાની ડ્રેસિંગ કંપનીથી અમદાવાદ જઈ રહ્યું હતું.
ટેન્કરમાંથી એસિડ લિકેજ થતાં ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટેન્કરને હાઈવે પરથી અવાવરુ જગ્યા પર પાર્ક કર્યું હતું. જેથી હાઈવે પર મોટી દુર્ઘટના ટળી હતી. ડ્રેસિંગ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં એન્જિનિયરની ટીમ ઘટના સ્થળ પર મોકલી એસિડને બીજા ટેન્કરમાં નાંખવાની કાર્યવાહી શરુ કરી હતી.