માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી શનિવારે સવારે અમૃતસરથી જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી તેણીએ ગુજરાત સમાજ સદન સિવિલ લાઈન્સ માટે ઓટો કરી હતી. તેણી પોતાના પરિવાર સાથે આવી રહી હતી તે દરમિયાન ઓટોમાંથી ઉતરતા સમયે બે સ્કૂટી સવાર છોકરાઓ આવ્યા અને હાથમાં પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે, તેણીના પર્સમાં 50 હજાર રોકડા રૂપીયા, બે મોબાઈલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખેલા હતા. આ ઘટના અંગે સિવિલ લાઈન્સ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
આ કેસની તપાસમાં માત્ર ઉત્તરીય જિલ્લા પોલીસ જ નહીં, પરંતુ મધ્ય જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાંચને પણ લગાવવામાં આવી છે. જેથી પોલીસે નજીકમાં લગાવેલ CCTV ફૂટેડની કરી, ત્યારે એક CCTV ફૂટેજ મળી આવ્યો હતો, જેમાં આરોપી ઘટના બાદ બેગ સાથે ફરાર થતા જોવા મળી રહ્યા છે. આ આરોપીઓના ફોટા દિલ્હી પોલીસના તમામ જૂથોને મોકલવામાં આવ્યા છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં બંને છોકરાઓ 18 થી 20 વર્ષના હોવાનું જણાય છે..