ઇન્દોરઃ મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીના ભાઇ મહેન્દ્ર સોની પર ઇન્દોરના પલાસીયા પોલીસ સ્ટેશન પર માનવ તસ્કરી સહિત અન્ય મામલામાં કેસ દાખલ છે, તો આ પુરા કેસમાં પોલીસે પહેલા કાર્યવાહી કરતા 42 લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલમાં મોકલ્યા હતા.
આ સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડ જીતુ સોની તેમજ જીતુ સોનીના ભાઇ મહેશ સોની અને અન્ય એક વ્યક્તિ બધા જ ફરાર ચાલી રહ્યા હતા. જેને પકડવા પોલીસ ખૂબ જ લાંબી સમયના પ્રયાસ કરી રહી હતીય
વધુમાં પોલીસે આ મામલે મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીના ભાઇ મહેન્દ્ર સોનીની ગુજરાતથી ધરપકડ કરી છે અને શુક્રવારે ઇન્દોરની જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે આરોપી મહેન્દ્ર સોનીના રિમાન્ડની માગ કરી હતી અને જે બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસને સોંપવામાં આવ્યો છે.
વધુમાં આરોપી પક્ષે વકીલ દ્વારા કેટલાય તર્ક કોર્ટ સમક્ષ રાખ્યા હતા. જેમાં મહત્વનો તર્ક હતો કે, આરોપીને કેન્સર જેવી ગંભીર બિમારી છે, તેથી તેની લાંબી પૂછપરછ અને લાંબા રિમાન્ડ માટે સોંપવામાં આવે નહીં. કોર્ટે આરોપી પક્ષના વકીલના તર્કો સાંભળીને 1 દિવસના રિમાન્ડમાં પોલીસને સોંપ્યો છે. જે બાદ પોલીસ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે.
આ સમગ્ર મામલે પોલીસ અત્યારે પણ આરોપીઓની તપાસમાં લાગી છે અને ફરાર આરોપીમાં ઇન્દોર પોલીસનો મોસ્ટ વોન્ટેડ આરોપી જીતુ સોની પણ સામેલ છે. વધુમાં તમને જણાવીએ તો જીતુ સોની પર એક લાખથી વધુનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના ભાઇઓ પર રુપિયા 10,000નું ઇનામ છે.