બિરોલ નિવાસી મહિલાઓ બાબા રામદેવના મંદિરથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે સુબોધ સ્કુલ પાસે સીકર તરફથી આવી રહેલ પિકઅપ વાહને 3 મહિલાઓને ગંભીર રીતે ટક્કર મારી હતી. આ એક્સિડન એટલો ગંભીર હતો કે, મહિલાઓ ઉછળી રસ્તા પર પડી હતી. અક્સ્માત બાદ વાહન ચાલક નાશી છુટ્યો હતો.
ધટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. અક્સ્માત બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. મહિલાઓના મૃતદેહને પોસ્ટમોટમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.