- રતનપુર બોર્ડર પર ACBની કાર્યવાહી
- ગેરકાયદેસર વસૂલી કરતા પરિવહન વિભાગના સબ ઇન્સપેક્ટર સહિત 4ની ધરપકડ
- સબ-ઇન્સપેક્ટર, ગાર્ડ અને દલાલની ધરપકડ
ડૂંગરપુરઃ કોટા એસીબીની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. એસીબીએ ડૂંગરપુરની રતનપુર બોર્ડર ચેક પોસ્ટથી પરિવહન વિભાગના સબ ઇન્સપેક્ટર સુરક્ષા ગાર્ડ અને દલાલોને ગેરકાયદે વસૂલી કરતા ધરપકડ કરી છે. તેમની પાસેથી અઢી લાખ રુપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો કોટાએ રતનપૂર ચેક પોસ્ટ પર ગેરકાયદે વસૂલી કરતા પરિવહન વિભાગના સબ ઇન્સપેક્ટર સુરક્ષા ગાર્ડ અને દલાલોની ધરપકડ કરી છે. આ સમગ્ર કાર્યવાહી એસીબીના મહાનિર્દેશક બીએલ સોનીના આદેશ અને એડીજી દિનેશ એમએનના નિર્દેશ પર થઇ છે.
ચાર લોકોની ધરપકડ, અન્ય ચાર કસ્ટડીમાં
રતનપુર બોર્ડર પર ગેરકાયદે વસૂલી કરતી અઢી લાખ રુપિયા સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અન્ય ચાર આરોપીઓને પણ કસ્ટડીમાં લીધા છે, જેની પૂછપરછ શરૂ છે.
સબ-ઇન્સપેક્ટર, ગાર્ડ અને દલાલની ધરપકડ
આ સાથે જ સબ- ઇન્સ્પેક્ટર છગન મેધવાલ, ગાર્ડ અને દલાલોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં પરિવહન વિભાગના સબ-ઇન્સ્પેક્ટર પાલી જિલ્લાના ખિંવાડા નિવાસી છગન મેધવાલ, અલવર જિલ્લાના ગહરી પોસ્ટ નિવાસી જિતેન્દ્ર સિંહ, જયપુરના કાલવાડ રોડ નજીક રહેતા મહિપાલ સિંહ તેમજ નાગોર જિલ્લાના પૂરણ સિંહની ધરપકડ કરવામાં આવી છે.