જેએનયુ સ્ટુડન્ટ યુનિચન છેલ્લા બે અઠવાડિયાથી ફી વધારાના વિરોધમાં આંદોલન કરી રહ્યુ છે, એબીવીપીએ આ આંદોલનમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે.
ABVPના નેતા મનીષ જાંગિડએ કહ્યું કે ડાબેરી વિદ્યાર્થીઓ આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે. જેના કારણે આંદોલન દિશા ભટકી ચુક્યું છે. અને સોમવારના રોજ જ્યારે સંસદ માર્ચ કાઢવામાં આવી હતી તેમાં ABVP પણ જોડાયું હતું, પણ ડાબેરી વિદ્યાર્થીઓ રાજકીય નિવેદનો કરી રહ્યા હતા, અને તેમના હાથમાં કંઇક એવુ પ્લેકાર્ડ પણ હતુ. તેના જ કારણે ABVPએ વિદ્યાર્થીઓના સંધથી અલગ કરી આંદોલનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, પ્રશાસન પાસે તેમની માગ રહેશે કે હોસ્ટેલ મેન્યુઅલ અને વધારવામાં આવેલ ફી પુરી રીતે પરત લેવામાં આવે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી જલ્દી ફંડ જાહેર કરવામાં આવે.