ન્યાયમૂર્તિ પ્રકાશચંદ ટાટિયા અને મહેશ ચંદ શર્માની ખંડપીઠે એક નિર્ણયમાં ટિપ્પણી કરતા કહ્યુ કે, લિવ ઈન રિલેશનશીપે મહિલાઓ માટે અપમાનજનક જીવન કહ્યું છે. ન્યાયમૂર્તિ મહેશ શર્માએ પહેલા પણ રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયમાં ચર્ચામાં રહ્યા હતા. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના નિર્ણય પણ ચર્ચામાં રહ્યા હતા.
ખંડપીઠના આદેશમાં કહ્યું કે, ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 21માં વ્યકિતના જીવનનો અધિકારથી તાત્પર્ય વ્યકિત સમ્માન પૂર્વકથી જીવનથી છે. ના કે માત્ર પશુ વધ જીવન જેવું સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયથી અંતિમ રુપથી ધોષિત કરવામાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું કે, કોઈપણ મહિલાનું આવું જીવન કોઈ પણ દષ્ટિથી સન્માન પૂર્વક ન કહી શકાય. કોઈ પણ મહિલા તેમના સન્માન પૂર્વક જીવનનો ત્યાગ કરી અપમાનજનક જીવનના રુપમાં જીવન જીવવાનો અધિકાર નથી. આ પ્રકારના જીવનની માંગ કરી મહિલા પોતે તેમના જીવનના મૂળ અધિકારની સુરક્ષા કરી શકતી નથી.
આયોગે સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયના ઉદાહરણ આપતા કહ્યું કે, આવા સબંધમાં લિવ ઈન રિલેશનશીપને પ્રોત્સાહન આપવું તો દુર મહિલાઓને દુર રહેવા માટે જાગરુકતા અભિયાન શરુ કરી આવા સબંધથી મહિલાઓને બચાવવી માનવ અધિકાર ,સરકારી વિભાગોની સાથે સરકારનું પણ કર્તવ્ય હોવું જોઈએ.
ન્યાયમૂર્તિ મહેશ શર્મા પૂર્વમાં રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયના કારણે ચર્ચમાં રહ્યા હતા. ન્યાયધીશ મહેશ ચંદ્ર શર્માએ કહ્યું હતું કે, મોર એટલા માટે રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે. કારણ કે, તે બહ્મચારી પક્ષી છે.