શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લા અને મહેબુબા મુફ્તી વિરૂદ્ધ જાહેર સલામતી અધિનિયમ લાગ્યા બાદ ભૂતપૂર્વ IAS રાજનેતા શાહ ફેસલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ IAS ટોપર પર PSA હેઠળ ગુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે કેસ હેઠળ ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની અટકાયત થઇ શકે છે. આ પહેલા િપીપલ્સ ડેમોક્રેટિક પક્ષના નેતા નેમ અખ્તર પર PSA હેઠળ કેસ દાખલ કરાયો હતો
. આ ઉપરાંત નેશનલ કોન્ફરન્સના જનરલ સેક્રેટરી અલી મોહમ્મદ સાગર અને PDPના ટોંચના નેતા સરતાજ મડની, મહેબુબા મુફ્તીના કાકા પર પણ PSA હેઠળ કેસ દાખલ થયેલા છે.