ETV Bharat / bharat

આયુષ્યમાન ભારત: વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના સામે છે અનેક પડકાર

નવી દિલ્હી: ગત 11 ડિસેમ્બર 2019ના રોજ એક અંગ્રેજી સમાચાર પત્રએ દેશમાં સ્વાસ્થ્ય વિમાના અભાવને કારણે ગરીબોને થઈ રહેલી તકલીફ દર્શાવતો એક લેખ પ્રકાશિત કર્યો હતો. આ લેખ NSSના 75મા રાઉન્ડ અંતર્ગત સામાજિક વપરાશના આંકડાઓ પર આધારિત હતો. આ લેખમાં એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, દેશમાં સ્વાસ્થ્ય વીમાના અભાવને કારણે ગરીબો ઈલાજ કરાવવા માટે તેમની મહેનતની કમાણી ખર્ચ કરે છે અથવા ઉધાર લઈને ઈલાજ કરાવવવા મજબૂર બને છે. ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવા અંગે થનારા ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Aayushyaman Bharat
આયુષ્યમાન ભારત
author img

By

Published : Dec 23, 2019, 8:43 PM IST

આ લેખના એક દિવસ પહેલાં એટલેકે, 10 ડિસેમ્બરે કેન્દ્રીય રાજ્ય પ્રધાન, સ્વાસ્થ્ય વિભાગ, અશ્વિની ચૌબેએ રાજ્યસભામાં જણાવ્યું કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના અંતર્ગત 5 ડિસેમ્બર 2019 સુધી 65 લાખ લાભાર્થીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે 9 હજાર 549 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. આ યોજના શરુ થયા બાદ આટલા ઓછા સમયમાં લોકોના આટલા મોટા સમુદાય સુધી પહોંચવું એ સરાહનીય કામ છે. અખબારનો લેખ અને સંસદમાં પ્રધાનનું નિવેદન બન્ને એક જ મુદ્દાના બે પાસાઓ પર વાત કરે છે અને તે છે, ભારતમાં સ્વાસ્થ્ય વીમો. જ્યાં એક તરફ સરકારી આંકડાઓ આ દિશામાં આપણા વધી રહેલા પ્રયાસનો ઉલ્લેખ કરે છે, તો બીજી તરફ અખબારનો લેખ એ દર્શાવે છે કે, આ દિશામાં હજી શું કરવાનું બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગત વર્ષે ઘોષણા કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અથવા આયુષ્યમાન યોજના, દીન દયાળ ઉપાધ્યાયના જન્મ દિવસ એટલેકે 25 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. આ યોજનાને નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન (AB-NHPM) પણ કહેવામાં આવે છે. આ યોજનાને વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના તરીકે પણ જોવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને સેકેન્ડ્રી અને ટર્શરી સ્વાસ્થ્ય સેવા અને ઓપરેશન માટે વાર્ષિક પાંચ લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે. આ યોજના માટે યોગ્યતા અને સામાજીક આર્થિક જાતિ ગણતરી એને ડેટા મુજબ કરવામાં આવે છે. આ યોજનાને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યાર બાદ તેના આગળના સફર માટે અનેક પડકારો સામે આવ્યા છે.

  • આગળના પડકારો

AB-PMJAY માટે ભ્રષ્ટાચાર સૌથી મોટો પડકાર બન્યો છે. આ યોજનાને હાલમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. અને કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાને હાલમાં જ રાજ્યસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ અનેક હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. સરકારી આંકડા મુજબ ગત એક વર્ષ દરમિયાન 1 હજાર 200 હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. જેમાંથી 376 હોસ્પિટલની તપાસ કરવામાં આવી છે અને 6 FIR પણ દાખલ કરવામાં આવી છે અને આશરે 1.5 કરોડ રુપિયાનો દંડ પણ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે. અને 97 હોસ્પિટલને યોજનામાંથી દૂર કરવામાં આવી છે. આ આંકડાઓ યોજનાને લઈને ખાનગી હોસ્પિટલમાં મોટા પાયે ચાલી રહેલા ભ્રષ્ટાચાર તરફ પણ ધ્યાન દોરે છે. માટે એ જરુરી છે કે, આ યોજના લાગૂ કતરવા માટે કડક નિયમ બનાવવા જોઈએ અને તેનું પાલન પણ થવું જોઈએ.

આ સિવાય પણ ખાનગી હોસ્પિટલ્સને લઈને અન્ય એક સમસ્યા છે જે વિરોધાભાસ ઉભો કરે છે. એક તરફ ખાનગી હોસ્પિટલનું કહેવું છે કે, કેટલીક બિમારી માટે નક્કી કરવામાં આવેલો ઈલાજનો ખર્ચ બજાર કરતાં ઘણો ઓછો છે. તો બીજી તરફ અનેક રિપોર્ટમાં એ વાત જાણવા મળી છે કે, મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં ઈલાજની સુવિધાનો હાલ બેહાલ છે. ઉદાહરણ તરીકે આ યોજનામાં જોડાયેલી 71 ટકાથી વધુ હોસ્પિટલમાં 25થી ઓછા બેડ છે. અને ત્યાં ફક્ત નોન સ્પેશ્યલાઈઝડ સ્વાસ્થ્ય સેવાઓ જ આપવામાં આવે છે. તામિલનાડુ આ પ્રકારની સમસ્યાઓનું એક ઉદાહરણ રજૂ કરે છે.

તામિલનાડુમાં સરકારી સ્વાસ્થ્ય સેવાઓની હાલત મજબૂત છે. જો સરકારી સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત હશે તો સરકાર ખાનગી હોસ્પિટલ સાથે મોલભાવ કરવામાં વધુ મજબૂત સ્થિતિમાં રહેશે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં વધુ સારી સેવા આપવા માટે સ્પર્ધાનો માહોલ રહેશે. જેનુંમ પરિણામ એ આવશે કે, ઈલાજ કરાવનારા દર્દીઓને વધુ સારી સેવા મળી રહેશે. સ્વાસ્થ્ય તંત્ર મજબૂત બનશે તો વધુને વધુ લોકોને તેનો ફાયદો મળશે. અને ફંડ સીધું લોકોને મળશે, નહીં કે ખાનગી હોસ્પિટલને. આ સાથે જ જાહેર ક્ષેત્રના કલ્યાણ કાર્યક્રમ અને ખાનગી ક્ષેત્રના નફામાં સંકલન થઈ શકશે.

ત્રીજો પડકાર છે, લાભાર્થિઓને સશક્ત કરવાનો. જેના માટે જાગરુકતા અભિયાન અને માળખાગત બંધારણમાં મદદની સુવિધાઓ આપવાની જરુર છે. આ દિશામાં ભારત સરકાર દ્વારા હાલમાં જ લાભાર્થિઓ માટે ઈ-કાર્ડ બનાવવાનું કામ આવકારદાયક છે. સેવાને લઈને ફિડબેક પ્રણાલી પણ લાગૂ કરવામાં આવી છે. જેથી સેવાઓ આપનારી કંપની પર દબાણ બનાવવામાં આવશે.

આયુષ્માન ભારત યોજનાને જે ચોથા પડકારનો સામનો કરવો પડી શકે છે, તે છે યોજના અને તેના ખર્ચ માટે ઘણી મોટી સંસ્થાકીય રચનાની જરૂર છે. ઉદાહરણ તરીકે આ યોજના હેઠળ વર્ષ 2022 સુધીમાં 1 લાખ 20 હજાર સમુહિક આરોગ્ય અધિકારીઓની નિમણૂંક કરવાની છે. અને આ સમય મર્યાદાની અંદર 1 લાખ 50 હજાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવાનું પણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

એવા સમયે કે જ્યારે દેશનો આર્થિક વિકાસ દર 5 ટકાથી નીચે નીચે પહોંચી ગયો છે ત્યારે આ ખર્ચ પૂરો કરવો એ પડકારજનક બાબત છે. જો આર્થિક વિકાસ દર 7-8 ટકા હોય તો દેશની GDPના 2 ટકા ખર્ચ કરીને જ આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. દેશ જે આર્થિક મંદીનમાંથી પસાર થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ યોજનાના લક્ષ્યંકને પૂરો કરવો એક મોટો પડકાર બની જાય છે. તો રાજ્યો ઉપર પણ આ યોજનામાં પોતાનો ભાગ ભજવવાની જવાબદારી છે. પરંતુ હાલની આર્થિક મંદીના કારણે રાજ્યોમાં પણ આ ભાર સહન કરવાની ક્ષમતા નથી જણાઈ રહી.

એ જાણવું પણ જરુરી છે કે, લેસેંટે ભારતીય સ્વાસ્થ્ય સેવાઓને 195 દેશની યાદીમાં 145મું સ્થાન આપ્યું છે. સ્વાસ્થ્ય સેવાઓના મામલામાં ભારતની સ્થિતિ સીરિયા અને ઉત્તર કોરિયા કરતા પણ ખરાબ છે. ઉપરાંત ફિલિપીંસ અને શ્રીલંકાથી પણ આપણે આ મામલે ઘણા દૂર છીએ. આ પ્રકારની સ્થિતિમાં બધાને વ્યવસ્થિત સ્વાસ્થ્ય સેવાઓ પુરી પાડવી પોતાનામાં એક મોટો પડકાર છે. વર્ષ 2025 સુધીમાં ભારત સરકાર સ્વાસ્થ્ય સેવાઓ પરના બજેટને દેશની GDPના 2.5 ટકા કરવા ઈચ્છે છે. દેશ એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં આર્થિક વિકાસ જાળવવો એક પડકાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં વધી રહેલા ખર્ચને રોકાણ દ્વારા મેળવવો કેન્દ્ર અને રાજ્ય સરકારો એક મોટો પડકાર છે અને આ માટે તેમને નવી અસરકારક રીત શોધવાની જરૂર છે.

પાંચમો અને છેલ્લો પડકાર છે, ખર્ચ કરાયેલા નાણાથી સમાજના પછાત અને નબળા વર્ગની મદદ કરવી. એટલા માટે કેટલા રુપિયા ખર્ચ કરાયા તે એટલું જરુરી નથી, પરંતુ એ પમ જરુરી છે કે, એ ખર્ચ કરાયેલા નાણાંથી શું ખરેખર જરુરિયાતમંદ લોકોને તેનાથી ફાયદો થયો છે કે કેમ. નીતિ બનાવનારાઓએ આ મુદ્દે ખાસ ધ્યાન આપવાની જરુર છે. વિશેષ કરીને એ સમયે જ્યારે સ્વાસ્થ્ય સેવા મેળવવામાં અસમાનતા જગજાહેર છે. આ ખામીઓ પાછળ લાભાર્થીઓનું સામાજિક, આર્થિક અને ભૌગોલિક વાતાવરણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં એ બાબત નોંધવાની જરૂર છે કે, ગત એક વર્ષ દરમિયાન આ ક્ષેત્રમાં ઘણું કામ થયું છે, તો એ પણ વાસ્તવિકતા છે કે, આગામી સમયમાં કાર્ય અને તેની દિશાને લઈને કોઈ પણ કચાશ રહેવી જોઈએ નહીં. તે પણ જરૂરી છે કે, આપણે સતત આપણી વ્યૂહરચનાને મજબૂત બનાવવા તરફ કાર્ય કરવું જોઈએ. જેથી આરોગ્ય વીમાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે.

  • થાઈલેન્ડનું હેલ્થકેર મોડલ છે આદર્શ

થાઈલેન્ડનું હેલ્થકેર મોડલ ભારત જેવા વિકાસશીલ દેશ માટે એક સારું વિકલ્પ બની શકે છે. થાઈલેન્ડની 68 મિલિયનની જનસંખ્યાની સ્વાસ્થ્ય સેવાઓની આપૂર્તિ 927 સરકારી હોસ્પિટલ, 363 ખાનગી હોસ્પિટલ, 9 હજાર 768 સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અને 25 હજાર 615 ખાનગી ક્લીનિક દ્વારા કરવામાં આવે છે. વિશ્વ બેંક અનુસાર થાઈલેન્ડના સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દેશની 99.5 ટકા જનસંખ્યાને આવરી લેવામાં આવે છે. એ યોજનાઓ થાઈલેન્ડ સરકાર દ્વારા વર્ષ 2001માં લાગૂ કરવામાં આવી હતી. અને સમયાંતરે તેને વધુ મજબૂત કરવાના પગલા લેવામાં આવી રહ્યાં છે.

આ કાર્યક્રમમાં થાઈલેન્ડ સરકારે 30 થાઈ બાટથી યોજના શરુ કરી હતી. જેના અંતર્ગત યોજનામાં નોંધણી કરાવનારા દરેક વ્યક્તિને એક ગોલ્ડ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી તે પોતાના જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાનો લાભ લઈ શકે છે. અને સાથે જ જરુર પડે તો વિશેષ ઈલાજ માટે મોટા શહેરમાં પણ જઈ શકે છે. આ યોજનાને ત્રણ કાર્યક્રમ દ્વારા લાગૂ કરવામાં આવી છે.

  1. નોકરશાહો અને તેમના પરિવાર માટે સિવિલ સર્વિસ વેલ્ફેર સિસ્ટમ
  2. ખાનગી કર્મચારી માટે સોશિયલ સિક્યોરિટી
  3. યુનિવર્સલ કવરેજ સિસ્ટમ

થાઈલેન્ડમાં આરોગ્ય સેવાઓ માટેના મોટાભાગના નાણા જાહેર ક્ષેત્રની સાથે-સાથે ખાનગી ક્ષેત્રમાંથી આવે છે. વસ્તીના આધારે પૈસાની વહેંચણી કરવામાં આવે છે. સસ્તી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે થાઈલેન્ડ આજે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને ઓછી આવકવાળા દેશો માટે વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટેનું એક સારું મોડેલ છે.

Intro:Body:

Blank news 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.