ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે AAPએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો - આંતરરાષ્ટ્રીય

છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. પાર્ટીના અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા 1 મહિનાથી ડીઝલ-પેટ્રોલની કિંમત 22 ગણી વધી છે. જો કે, આંતરરાષ્ટીય સ્તર પર તેલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે.

AAP
આમ આદમી પાર્ટી
author img

By

Published : Jul 1, 2020, 2:22 PM IST

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને પગલે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારની પાસે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને રોકવા માટેનો કોઇ ઉપાય નથી. છેલ્લા 1 મહિનામાં ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં આશરે 22 ગણો વધારો થયો છે. જો કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થતાં લોકો પરેશાન

દિલ્હીની 70 વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો વિરોધ કર્યો હતો. બજારમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે લોકો ખૂબ પરેશાન છે. દિન પ્રતિદિન પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા નીચા છે, તેમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે.

આપ કાર્યકર્તાઓએ કર્યો વિરોધ

વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, અગાઉ કેન્દ્ર સરકારે તેલની કિંમતોમાં વધારો થયો, ત્યારે પૂર્વ સરકાર સામે ઘણો વિરોધ કર્યો હતો. પરંતુ હવે જ્યારે તેલના ભાવ તેમના કાર્યકાળ દરમિયાન સતત વધી રહ્યા છે. તો પછી સરકાર મૌન બેઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.