ETV Bharat / bharat

આમિર ખાનની તુર્કીની મુલાકાત અંગે સુબ્રમણ્યમ સ્વામી નારાજ, જાણો શું કહ્યું ? - આમિર ખાન

આમિર ખાને તુર્કીના પ્રવાસ પર લેડી ઓફ તુર્કી એમિન એર્દોગનની મુલાકાત લીધી છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

aamir-khan-should-be-quarantined-in-govt-hostel-on-return-from-turkey-subramanian-swamy
આમિર ખાનની તુર્કીની મુલાકાત અંગે સુબ્રમણ્યમ સ્વામી નારાજ, જાણો શું કહ્યું ?
author img

By

Published : Aug 19, 2020, 3:41 PM IST

મુંબઈઃ આમિર ખાને તુર્કીના પ્રવાસ પર લેડી ઓફ તુર્કી એમિન એર્દોગનની મુલાકાત લીધી છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમના ટ્વીટમાં તેમણે અભિનેતાને સરકારી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવાનું કહ્યું છે. તાજેતરમાં, લાંબા વિરામ પછી, આમિર ખાને તેમની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. અભિનેતા ગયા અઠવાડિયે તુર્કી પહોંચ્યા હતા. ત્યાં આમિર તુર્કીની લેડી એમિન એર્દોગનને પણ મળ્યા હતા અને આ તસવીરો ઇન્ટરનેટ પર બધે વાઈરલ થઈ રહી હતી.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ઘણા લોકો આમિર ખાનના સ્ટેન્ડ પર નારાજગી વ્યક્ત કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. પોતાના ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતું કે, કોવિડ-19ની ગંભીરતના સમજીને ભારત પરત ફરતા આમિર ખાનને સરકારી હોસ્ટેલમાં ક્વૉરન્ટીન કરવા જોઈએ.

સ્વામીએ લખ્યું કે, 'કોવિડ -19ના નિયમો હેઠળ, આમિર ખાને ભારત પાછા ફર્યા બાદ 2 અઠવાડિયા માટે સરકારી હોસ્ટેલમાં ક્વૉરન્ટીન થવું જોઈએ.' આ અગાઉ તેમણે તુર્કીને 'ભારત વિરોધી' ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે તુર્કીની પહેલી મહિલાને મળ્યા ત્યારે આમિર ખાને ભારતીય રાજદૂતને સાથે રાખવા જોઇએ. આમિર ખાનની આ બેઠકથી નેટીઝન પણ ચિડાઈ ગયા હતા અને આમિર ખાનને જોરદાર રીતે ટ્રોલ કર્યો હતો.

એક યુઝરે લખ્યું કે, 'તુર્કીના રાષ્ટ્રપતિ કાશ્મીર અંગે પાકિસ્તાનને સમર્થન આપે છે અને ભારતીય સુપરસ્ટાર આમિર તેમની પત્નીને મળી રહ્યાં છે. નાના દેશોની હસ્તીઓ બોલિવૂડના કલાકારો કરતાં તેમની માતૃભૂમિ પ્રત્યે વધુ વફાદાર હોય છે.' આ દરમિયાન, લાલ સિંહ ચઢ્ઢામાં કરીના કપૂર ખાન અને મોના સિંહે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મ ક્રિસમસ 2021માં મોટા પડદે રિલીઝ થવાની છે.’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.