પુણે: શહેરના એપાર્ટમેન્ટના બંધ ઓરડામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, યુવતીએ MBA સુધીનો અભ્યાસ કર્યો હતો. યુવતીના પિતા 26 જાન્યુઆરીથી સતત કોલ કરી રહ્યાં હતા, પરંતુ યુવતીએ તેના પિતાના ફોન રીસીવ કર્યા નહોતા, ત્યારે ગત રોજ ફરી કોલ કરતા ફરી તેને કોલ રીસીવ કર્યો નહોતો.
યુવતીના પિતાએ સમગ્ર ઘટના ફ્લેટના માલિકને જણાવી હતી, ત્યારબાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો. આ સમગ્ર બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.