બાડમેર: જીલ્લાના ભુરટીયા ગામમાં પારિવારિક ઝઘડાને કારણે એક પરિણીત મહિલાએ તેના બે વર્ષના માસૂમ બાળક સાથે ટાંકામાં કુદી આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં નાગાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમના મૃતદેહને બાડમેર જિલ્લા મુખ્યાલય ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેજ સમયે ઘટનાની સંપૂર્ણ માહિતી એકઠી કરી હતી.
જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાથી સામુહિક આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે.ભુરટીયા ગામે કૌટુંબિક ઝઘડાને કારણે એક પરિણીત મહિલાએ પોતાના માસૂમ બાળક સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી હતી.
![બાડમેર જિલ્લામાં પરિણીતાએ તેના બે વર્ષના માસૂમ બાળક સાથે ટાંકામાં કુદી આત્મહત્યા કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:28_rj-bmr-02-susaid-avb-10009_12062020152731_1206f_01557_979.jpg)
DYSP મહાવીર પ્રસાદએ જણાવ્યું કે, પરિણીત મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પેટા વિભાગ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.અને પિયર પક્ષ દ્વારા હજી સુધી કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નથી. ત્યારે પોલીસએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.
છેલ્લા મહિનાઓમાં, સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ
28 મેના રોજ, સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખારા મહેચાનમાં એક મહિલાએ તેના ત્રણ નિર્દોષ બાળકો સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી હતી.
25 મેના રોજ, બાયતુ વિસ્તારમાં ગિડા પોલીસ સ્ટેશન હેઠળ, સિંગોડિયા ગામમાં એક પરિણીત મહિલાએ 8 વર્ષના બાળક સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી હતી.
10 જૂનના રોજ, બાડમેર શહેરના શિવ નગર વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.