કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના લીધે અહીંની ખાનગી હોસ્પિટલમાં કામ કરી રહેલી 185 નર્સોએ નોકરીમાંથી રાજીનામું આપીને પોતાના વતન મણિપુર પરત ફરી છે.
એક ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ -19 રોગચાળા દરમિયાન પહેલેથી જ નર્સોની અછત છે, અને આવી પરિસ્થતિમાં હવે સમસ્યા વધશે, આ ખાનગી હોસ્પિટલની નવ નર્સોએ પણ નોકરી છોડી દીધી છે.
રાજીનામું આપનારી એક નર્સે ફોન પર કહ્યું, 'અમારા માતા-પિતા ચિંતિત છે અને અહીંયા રોજિંદા મામલામાં વધારો થવાના કારણે અમે પણ ચિંતામાં છીએ. અમારું રાજ્ય હરિત પ્રદેશ છે અને અમે ઘરે પાછા જવા માગીએ છીએ. કુટુંબ અને માતાપિતા અમારી પ્રાથમિકતા છે.