ETV Bharat / bharat

દિલ્હીના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં તૈયાર થશે 10 હજાર બેડની સુવિધાયુક્ત હોસ્પિટલ

author img

By

Published : Jun 14, 2020, 5:57 PM IST

ભાટી માઇન્સ છતરપુરના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં દિલ્હીની પ્રથમ અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે તેનું નિરીક્ષણ કર્યુ હતું.

દિલ્હીના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં તૈયાર થશે 10 હજાર બેડની સુવિધાયુક્ત હોસ્પિટલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સંક્રમિત લોકોની સંખ્યા 39 હજારને પાર થઈ ગઈ છે. સતત વધતી સંખ્યાને પગલે હોસ્પિટલોમાં બેડ તેમજ અન્ય કોરોના સારવારને લગતા ઉપકરણોની અછત સર્જાઈ છે ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટે વૈકલ્પિક ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાટી માઈન્સ છતરપુરના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં 10 હજાર બેડની વ્યવસ્થા ધરાવતી અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે રવિવારે તેનું નિરીક્ષણ કર્યુ હતું. જે દરમિયાન રાધાસ્વામી સત્સંગ વ્યાસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્થાનિક જિલ્લા અધિકારી બી. એમ. મિશ્રા અને મહરોલીના SDM સોનાલિકા જીવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

SDM સોનાલિકા જીવાણીએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આશરે 1700×7000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા રાધા સ્વામી સત્સંગના પરિસરમાં લગભગ 10 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ આ મામલે કામગીરી પ્રથમ તબક્કામાં છે પરંતુ આગામી 15 દિવસમાં હોસ્પિટલ ચાલુ થઈ શકે છે.

દર્દીઓની સારવાર માટે અહી દિલ્હી સરકાર તરફથી મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે અને એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશ કે બેડ ઓક્સિજનની તેમજ વેન્ટિલેટરની સુવિધાયુક્ત હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.