ETV Bharat / state

આરોગ્યક્ષેત્રે બંપર ભરતી, સ્ટાફનર્સ માટે નોંધી લો આ તારીખ અને જાણી લો પ્રક્રિયા - 1903 Staff nurse vacancy - 1903 STAFF NURSE VACANCY

રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી થી સ્ટાફનર્સની ભરતી કરાશે, સરકારે રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. recruit 1903 Staff nurse in the Gujarat

આરોગ્યક્ષેત્રે બંપર ભરતી
આરોગ્યક્ષેત્રે બંપર ભરતી (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 8:11 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.

ઓજસ પર ઓનલાઈન અરજી: આ જગ્યાઓ માટે આગામી તારીખ ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ: ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ-૩ની કુલ ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર છે.

રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફનર્સની બઢતી-વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

  1. રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરીથી બનાવો: સુરતના હિરા ઉદ્યોગ અંગે બોલ્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohil press conference
  2. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, ગોતામાં કર્યું શાકમાર્કેટનું ઉદઘાટન, 170 પરિવારોને મળશે સીધો લાભ - Amit Shah in Gujarat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.