પ્લાસ્ટિક અભિયાન- દેવઘરમાં એક પૂજારી છેલ્લા પાંચ વર્ષોથી પોતાની મોટર સાઈકલ પાછળ પ્લાસ્ટિક વિરોધી સૂત્રો લગાવીને લોકોને જાગૃત કરી રહ્યાં છે. પૂજારી શહેરના રસ્તાઓ પર પોતાની બાઈક પર બેનર લગાવીને લોકોને પ્લાસ્ટિકના દુરુપયોગ વિશે જાગૃત કરી રહ્યાં છે.
વર્ષ 2017માં ઝારખંડ સરકારે પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુક્યો હતો. તેમ છતાં લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરતા રહ્યાં.
જોકે, આ પૂજારીએ નેતૃત્વ કર્યું અને શહેરને પ્લાસ્ટિકના દુરુપયોગથી છુટકારો અપાવવામાં મદદ કરવા એક પહેલ શરુ કરી. પુજારી મહેશ પંડિતે પોતાની મોટર સાઈકલ પર એક સ્લોગન બોર્ડ લગાવ્યું હતું, અને લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા માટે જાગરુકતા લાવવા શહેરના રસ્તાઓ પર સવારી કરી હતી.
મહેશ પંડિત છેલ્લા ત્રણ વર્ષથી આ ઝુંબેશમાં એકલા હતા. જોકે હવે સ્થાનિક લોકોએ ધીરે-ધીરે તેમની વાત સમજવાનું શરુ કર્યું છે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનું શરુ કર્યું. મહેશના સમર્પણને જોઈને જિલ્લા જન સંપર્ક અધિકારી મહેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા પર વિચાર કરી રહ્યા હતા.