મથુરા: શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરના ગેટ નંબર વન પર ડ્યૂટી કરી રહેલો સુશીલ કુમાર નામનો પોલીસકર્મી પીપીઇ કીટ પહેરી દર્શનાર્થીઓનું ચેકીંગ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડતાં અધિકારીઓ તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા હતા.
બીમાર પોલીસકર્મીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અનલૉક-1માં સોમવારથી દેશભરના તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે પરંતુ શ્રદ્ધાળુઓને થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઈઝરના વપરાશ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.