સુલતાનપુરઃ મહારાષ્ટ્રના ખાનગી કામદારો ગુપ્ત રીતે સુલતાનપુરમાં પ્રવેશ કરી રહ્યા હતા. શનિવારની રાત્રે લખનૌ-વારાણસી હાઇવે પર 22 કામદારોને લઈ જતું વાહન પલટી ગયું હતું. જેમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 2 લોકોની હાલત ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં છે.
આ ઘટના કુડવાર પોલીસ સ્ટેશન વિસ્તારના રવનિયા પશ્ચિમ વિસ્તારનો છે. જ્યાં શનિવારે રાત્રે પિકઅપ વાહન મહારાષ્ટ્રના ભિવંડીથી સુલતાનપુર જઇ રહ્યું હતું. માર્ગમાં સરવર હુસેન પુત્ર અખ્તર હુસેન રહેવાસી દુલ્લાપુર, રફીઉલ્લાહ પુત્ર મુજીબ ઉલ્લાહ રહેવાસી દુલ્લાપુર, શહજાદ પુત્ર અસગર રહેવાસી દુલ્લાપુર અને મોહમ્મદ જબીર પુત્ર ઝફર અલી, ગામ ભુલ્લી પુરવા થાના, બલદીરાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યાં છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશની સુલતાનપુર બોર્ડરમાં ગુપ્ત દાખલ થયાના સમાચાર મળતા પોલીસ વિભાગે તપાસ શરૂ કરી દીધી હતી. જિલ્લા અધિકારી પ્રશાસન હર્ષદેવ પાંડેએ જણાવ્યું હતું કે, બે લોકોને વધુ ઈજાઓ પહોંચી છે.