ઝારખંડ : ઝારખંડના સૌથી મોટા હૉસ્પિટલ રિમ્સની આ વાત છે. રિમ્સ પરિસરની ઓપીડી કોમ્પલેક્ષમાં ફિલિપ નામનો દર્દી એટલો ભૂખ્યો છે કે, તે જમીન પર પડેલા કબૂતરના દાણાં અને ચોખા ખાવા મજબૂર છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહિ, કારણ કે તે કંઈ પણ બોલવા સક્ષમ હતો નહિ. તેના ચહેરાને જોઈને લાગતું હતું કે તે ઘણાં દિવસોનો ભૂખ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી આ દર્દી હૉસ્પિટલમાં છે. તેના પગમાં રોડ છે, જેના કારણે તે ચાલવા માટે સક્ષમ નથી. આ કારણોસર તે બહાર ખાવા માટે પણ જઈ નથી શકતો.
રિમ્સ ઓપીડીની બહાર સામાજિક સંગઠનો અને નેતાઓ ગરીબ અને લાચાર લોકોને ભોજન આપી રહ્યાં છે. પરંતુ ફિલિપ પોતાની મજબૂરીને લીધે બહાર નથી જઈ શકતો. અને તે જમીન પર પડેલા કબૂતરના દાણાં અને ચોખા ખાવા માટે મજબૂર છે. સ્થાનિક તંત્રને ફિલિપ વિશે જાણ કરવામાં આવી તો વરિષ્ઠ અધિકારીઓએ ફિલિપને ત્વરિત જમવાનું પૂરું પાડ્યું અને તેનો ઈલાજ કરવા માટે આશ્વાસન આપ્યું.