નવી દિલ્હીઃ નોર્થ એમસીડીની હિન્દૂ રાવ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. આ પહેલા પણ દિલ્હીની કેટલીક હોસ્પિટલના સ્ટાફમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યાં સુધી હિન્દૂ રાવ હોસ્પિટલને પુરી રીતે સેનિટાઇઝ કરવામાં નહીં આવે અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પુરું નહીં થાય ત્યાં સુધી આ હોસ્પિટલ બંધ જ રહેશે.