સંગીતાએ પોતાના પતિ શ્રીનિવાસનું અપહરણ કર્યું હતું અને હાલ તેની પોલીસે ધરપકડ કરી છે. આ દંપતિ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતા હતા. એવું જાણવા મળ્યું છે કે, શ્રીનિવાસે પોતાની પત્ની સંગીતાના ખરાબ વર્તન અને ખરાબ પાત્રને લીધે તેને છોડી દીધી હતી, પરંતુ સંગીતાએ તેનું 2 દિવસ પહેલા અપહરણ કર્યું હતું. શ્રીનિવાસ પેટ્રોલ પંપમાં કામ કરતો હતો અને જ્યારે તે પેટ્રોલ પંપમાંથી કામ કરીને બહાર આવ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
હદાડી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં પત્ની સંગીતાની સાથે 2 અન્યની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 4 લોકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.