કોઝિકોડ : કેરળ વિમાન દુર્ઘટનામાં પાયલોટ અને કૉ-પાયલોટ બન્નેનું મોત નીપજ્યું હતું. તેનો પરિવાર શોકમાં છે. પાયલોટ ડીવી સાઠેની માતા પોતાના દીકરાને યાદ કર્યા પછી ખૂબ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તેનો પુત્ર ખૂબ જ બહાદુર હતો.
પાયલોટ ડીવી સાઠેની માતા નીલા સાઠેએ પુત્રને યાદ કરતાં કહ્યું કે, તે ખૂબ જ મિલનસાર હતો. તે હંમેશાં બીજાને મદદ કરવા તત્પર રહેતો. તેમણે કહ્યું કે, તેમના શિક્ષકો આજે પણ તેમને યાદ કરે છે.
નિવૃત્ત નેવલ કમાન્ડર સૈમ ટી.સેમ્યુલે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટ દિપક વસંત સાઠેને યાદ કરતાં કહ્યું કે, મેં એક સારો મિત્ર ગુમાવ્યો, જે એક સજ્જન અને મહાન પાયલોટ હતો.
સેમ્યુલે આગળ કહ્યું, 'સાઠેએ જે કંઇ કર્યું હતું, તેનો એક ક્લાસ હતો અને તે હંમેશાં અવલ્લ આવતો હતો. એરફોર્સમાં તેમની કારકિર્દી દરમિયાન તે એક અનુભવી પરીક્ષણ પાયલોટ પણ હતો.’
અખિલેશના માતા-પિતા, એક મોટી બહેન અને બે નાના ભાઈઓ છે. અખિલેશે બે વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. મૃતક કોપાયલટના ભાઈ વાસુદેવે જણાવ્યું કે મોડી રાત્રે કેરળથી ફોન આવ્યો હતો કે, વિમાન દુર્ઘટનામાં અખિલેશ કુમારનું મોત નીપજ્યું છે.