નવી દિલ્હીઃ દિલ્હીના હેલ્થ સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને LNJP હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિ અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકાર દિલ્હી હાઇકોર્ટને આશ્વાસન આપે કે, મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે જરુરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ અંગે 15 જૂને સુનાવણી કરવામાં આવશે.
મૃતદેહોને વોર્ડમાં રાખવાનો વીડિયો આવ્યો સામે
આ અરજી વકીલ અવધ કૌશિકે દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં ચાલી રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, કોરોના સંક્રમિત મૃતદેહોને તેમના વોર્ડના કોરિડોરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વીડિયો ભયાનક છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હેલ્થ સેક્રેટરી, ચીફ સેક્રેટરી અને એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે પોતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઇ પણ મૃતદેહ હોસ્પિટલના વોર્ડ અથવા કોરિડોરમાં રાખવામાં ન આવે.
અધિકારી સ્વયં ઉપસ્થિત રહીને સ્થિતિ સ્પષ્ટ કરે
આ અરજીમાં એ અધિકારીઓને કોર્ટમાં સ્વયં હાજર થઇને આ વિસે સ્થિતિ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. આ ઓફિસર કોર્ટમાં આપેલા સોગંદનામાનું પણ પાલન કરી રહ્યા નથી. આ અરજીમાં એલએનજેપી હોસ્પિટલનું નિરીક્ષણ કરીને ત્યાંની સ્થિતિ પર એક રિપોર્ટ સોંપવા માટે એક કમિટીનું ગઠન કરવાની માગ કરવામાં આવી છે.
ઓફિસરો પર માનહાનિ પ્રક્રિયા શરુ કરવાની માગ
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારે હાલમાં જ કોર્ટને એ આશ્વાસન આપ્યું હતું કે, મૃતદેહોના અંતિમ સંસ્કાર સમયબદ્ધ રીતે કરવામાં આવશે. પરંતુ હાલમાં જ સમાચારોમાં વીડિયોમાં બતાવ્યા મુજબ મૃતદેહો અથવા બેભાન દર્દીઓને તે વોર્ડની જમીન અથવા બેડની નીચે રાખવામાં આવી રહ્યા છે, જ્યાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સમાચારે આ અધિકારીઓ વિરૂદ્ધ માનહાનિની પ્રક્રિયા શરુ કરવા માટે પર્યાપ્ત છે.