બેંગલુરુ: કર્ણાટકની બેંગલુરુ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં 90 પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
બેંગલુરુ શહેરમાં થાનિસંદ્ર નજીક પોલીસ તાલીમ શાળામાં 500 થી વધુ પોલીસ જવાનોની તાલીમ ચાલી રહી છે, જેમાંથી 90 તાલીમાર્થી પોલીસને કોરોનાનો ચેપ લાગ્યો છે.
તમામ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ તાલીમાર્થી પોલીસ જવાનોની કોરોના તપાસ કરવામાં આવી છે. કેટલાક તાલીમાર્થી પોલીસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે.
હાલમાં તાલીમ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસની તાલીમ રદ કરવામાં આવી છે. હાલ શહેરમાં સંક્રમિત પોલીસની કુલ સંખ્યા 1,084 પર પહોંચી ગઈ છે અને 661 પોલીસકર્મીઓ સ્વસ્થ બન્યા છે. 414 પોલીસની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે અને 799 પોલીસકર્મીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.