ઝારખંડ: સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કરવા અને અફવા ફેલાવવા બદલ પોલીસે ઝારખંડમાં કુલ 89 લોકોની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ સુત્રએ સત્તાવાર માહિતી આપી હતી.
પોલીસ હેડક્વાર્ટરના રેકોર્ડ અનુસાર ધનબાદ, પાલમાઉ અને ગરવામાં સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય જિલ્લામાં 8-8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય દંડ સંહિતાની (IPC) અલગ અલગ કલમ હેઠળ સજાની જોગવાઈ પ્રમાણે સ્પષ્ટ કરીને, ફેક ન્યૂઝ, ખોટી માહિતી અને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતી પોસ્ટ કરવા બદલ પોલીસે લોકોની ધરપકડ કરી છે.