નવી દિલ્હીઃ રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે.યાદવે જણાવ્યું કે, 12 સપ્ટેમ્બર એટલે કે આજથી 80 નવી ટ્રેન શરૂ થશે. જેના માટેનું રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું.
તેમણે કહ્યું હતું કે, 80 નવી ખાસ ટ્રેન અથવા 40 જોડી ટ્રેન 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેનોમાં પહેલાથી દોડતી 230 ટ્રેન વધારાની હશે.
યાદવે કહ્યું કે, રેલવે તાજેતરમાં સંચાલિત તમામ ટ્રેનોનું નિરીક્ષણ કરી કઈ ટ્રેનોનું વેઇટિંગ લિસ્ટ લાંબુ છે, તે શોધી કાઢશે.
રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, ખાસ ટ્રેન માટે જ્યારે પણ જરૂરી લાગશે, જ્યાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ હશે, ત્યાં પ્રવાસીની યાત્રા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
યાદવે વધુમાં કહ્યું કે, પરીક્ષા અથવા અન્ય કોઈ પણ ઉદ્દેશ્ય માટે રાજ્યોનો અનુરોધ મળવા પર ટ્રેન શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ અનલોક-4ના દિશા-નિર્દેશોની જાહેરાત કરી હતી. ત્યારબાદ રેલવેએ આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ત્રણ સ્પેશિયલ ટ્રેન ઓડિશા સુધી દોડશે
- દેશ સહિત રાજ્યમાં અનલોકની પ્રક્રિયામાં ધીમે-ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂર્વવત થઇ રહી છે. ત્યારે રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરથી ભારતના જુદા-જુદા રાજ્યમાં સ્પેશિયલ 80 ટ્રેન દોડાવવાનું શરૂ થશે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા પણ 12 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ગુજરાતને 4 ટ્રેનો મળી છે. હવે તેમાં વધુ 3 સુપરફાસ્ટ ટ્રેનનો ઉમેરો કરવામાં આવ્યો છે.