ભોપાલઃ કોરોના વાઈરસને કારણે લાદેલા લોકાડાઉનમાં બધા પોત પોતાના ઘરમાં બંધ છે. દરેક લોકો કઈંકને કઈંક પ્રવૃતિ કરી સમયનો સદ્ઉપયોગ કરી રહ્યાં છે. દરેક વ્યકિત પોતાનામાં રહેલી આવડત બહાર કાઢી વિકસાવી રહ્યાં છે. ભોપાલમાં પણ એક 8 વર્ષની બાળકીએ મિષ્ઠી શ્રીવાસ્તવ પણ પોતાની આવડતનો ઉપયોગ કરી રહી છે.
8 વર્ષની મિષ્ઠીએ એક ફેશનેબલ માસ્ક તૈયાર કર્યુ છે. આ પાર્ટી વેર માસ્ક બજારમાં મળતાં થ્રી લેયર માસ્ક જેવું છે, જે સ્ટાઈલિશ અને ફેશનેબલ માસ્ક છે. ઘરમાં રહીને આ નાનાકળી બાળકીને સમયનો સદ્ઉપયોગ કરી આ માસ્ક બનાવ્યુંં છે.
મિષ્ઠીએ લોકડાઉનમાં પોતાની ક્રિએટીવીટી અંગે વાત કરતાંં કહ્યું કે, મારી નાની બહેનનો જૂનમાં જન્મદિવસ છે, પરંતુ કોરોના વાઈરસને કારણે તેનો જન્મદિવસ બહાર સેલિબ્રેટ કરી શકાય તેમ નથી, તેથી તેનો પરિવાર ઘરમાં જ જન્મદિવસ ઉજવવાનું વિચારતા હતાં. આ સાથે જ મિષ્ઠીને વિચાર આવ્યો કે હું એવું ફેશનેબલ માસ્ક બનાવું જે પાર્ટીમાંં પહેરી શકાય. ત્યાર બાદ મિષ્ઠીએ પોતાની ક્રિએટીવીટીથી ફેશનેબલ પાર્ટી વેર માસ્ક તૈયાર કર્યુ.