કોઝિકોડ: આઠ વર્ષના છોકરાએ તેની 10 વર્ષની બહેન અને તેની પાંચ મિત્રો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદમાં તેણે પોલીસને તેની બહેન અને તેના મિત્રો લોકડાઉનમાં તેની સાથે રમતા નથી. જેથી તેમની ધરપકડ કરવા વિનંતી કરી હતી.
"તેઓ મારી મજાક ઉડાવે છે કારણ કે હું એકલો છોકરો છુ. તેઓ મને તેમની સાથે લુડો, શટલ, પોલીસ અને ચોરની રમત રમવા દેતા નથી", સોમવારે પોલીસને આ સમગ્ર બાબત જણાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે માસૂમ છોકરાને તેના પિતાએ તેને મજાકમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું, જ્યારે પુત્રીએ તેની અન્ય પાડોશી મિત્રો સાથે મળી તેની સાથે આ વર્તન કર્યું હતું.