નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકડાઉન કારણે મજૂરોને બે ટંકાના ફાંફાં મારવા પડી રહ્યાં છે. જતંર-મંતર વિસ્તારમાં એક પરિવાર મળ્યો હતો. જેમાં એક આઠ મહિને ગર્ભવતી મહિલા હતી. જે ખાવા માટે વલખા મારી રહ્યો હતો. આમ, કોરોના વાઈરસના કારણે લાદેલી આ કટોકટીના કારણે લોકો ભૂખમરીનો શિકાર બનતા જોવા મળી રહ્યાં છે, ત્યારે સરકાર વહેલી તકે સેવા પહોંચાડવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
મળતી માહિતી પ્રમાણે, દિવાળીના સમયે મજૂરી કરવા આવેલો સંજય નામનો વ્યક્તિ જંતર-મંતર રહે છે. જેને લોકડાઉનના કારણે છેલ્લા ચાર દિવસથી કામ મળ્યું નથી. તેની પાસે ફક્ત 1 કિલો ચોખા હતા. જેનાથી તેઓનું બે ટંક સચવાઈ રહ્યો. પણ તેની પાસે ના તો અન્ન છે ના તો રોજગાર. ઉપરથી તેની તેની પત્ની આઠ મહિને ગર્ભવતી છે.
આ સમયે તેની પાસે કોઈ રસ્તો ન હોવાના કારણે તે પોતાના પરિવાર માટે ખાવાની શોધમાં બહાર નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. આમ, કોરોના વાઈરસ ચેપ ભૂખમરીનો કારણ બની જીવતે જીવ લોકોના મોતનું કારણ બની રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચી તેવી લોકમાંગ પ્રબળ બની છે.
20થી વધુ લોકો જંતર-મંતર વિસ્તારમાં ભૂખમરીનો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે વાત કરતાં મજૂર મહેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, વૃદ્ધ હોવા છતાં તે મજૂર કરી બે ટંક ખાવાનું મેળવે છે. મારા જેવા એવા 20થી લોકો છે. જે રોજ કમાઈને પેટીયું રળે છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી કોઈ કામ મળ્યું ન હોવાના કારણે તેઓ ભૂખે મરી રહ્યાં છે.