ETV Bharat / bharat

કોવિડ-19: કોરોનાના 79 દર્દીઓ સ્વસ્થ, હોસ્પિટલમાંથી થયા ડીસ્ચાર્જ - કોરોના વાયરસ ન્યુઝ

સમગ્ર દેશ આજે કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ દેશની સૈન્યને કોરોના સામે લડવાની કટોકટી સામે આર્થિક અધિકાર આપવામાં આવ્યા છે. દરમિયાન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાના અત્યાર સુધીમાં 79 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

covid
covid
author img

By

Published : Mar 28, 2020, 3:03 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19ના કેસ શનિવારે વધીને 873 થઈ ગયા છે અને સંક્રમણને કારણે 19 લોકોનાં મોત નીપજ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 79 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેઓને રજા આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે સાડા નવ વાગ્યે તેના તાજેતરના ડેટામાં કોવિડ -19ને કારણે વધુ બેના મોતની માહિતી આપી છે. જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં બે, તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે.

જણાવી દઈએ કે ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં લગભગ 27,000 થી વધુ લોકો મૃત્યુ થયા છે, જ્યારે 5,90,000 થી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. આ હવે માહામારીનું રૂપ લઈ ચૂક્યું છે અને તેના જ કારણે ભારત 21 દિવસથી લોકડાઉન મોડ પર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.