નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે આજે 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો છે.
આ કાર્યક્રમમાં આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો દેશભરથી જોડાશે. કેન્દ્રીય કૃષિ પ્રધઆન નરેન્દ્રસિંહ તોમર, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે FAOનો હેતુ લોકો માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા ખોરાકની ખાતરી કરવી છે કે જેથી તેઓ સક્રિય અને સ્વસ્થ રહે. FAOનું કાર્ય પોષણનું સ્તર વધારવું, ગ્રામીણ વસ્તીના જીવનમાં સુધારો કરવો અને વિશ્વના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપવાનું છે.
FAO સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ છે. ભારતના એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર બિનય રંજન સેનએ 1956 થી 1967 દરમિયાન FAOના ડાયરેક્ટર જનરલ તરીકે કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના થઈ હતી.WFPs વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જીતી ચૂકી છે.