નવી દિલ્હી : દિલ્હી સરકારની સૌથી મોટી હોસ્પિટલ લોક નાયકમાં દરરોજ 70 દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ તઇ રહ્યા છે.આ હોસ્પિટલમાંશરૂ કરવામાં આવેલી વીડિયો કોલિંગ સુવિધાનો લાભ પણ દર્દીઓ લઈ રહ્યા છે. આ માટે, દરેક દર્દીને 7 થી 10 મિનિટનો સમય આપવામાં આવે છે.આ સુવિધાથી દર્દીઓ તેમના સંબંધીઓ સાથે વાત કરી શકે છે.
હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દીઓ માટે વિડીયો કોલિંગ ઉપરાંત સામાન્ય ટેલિફોન સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે, દરરોજ આશરે 150 થી 200 દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે.
દર્દીઓને વીડિયો કોલિંગની સુવિધા આપવા માટે, હોસ્પિટલે ઇમરજન્સીની બહારના વિસ્તારમાં વીડિયો કોલિંગ સેન્ટર બનાવ્યું છે. જ્યાં દર્દીઓને સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ સુવિધા આપવામાં આવે છે. આ કેન્દ્રમાં દર્દીઓની સુવિધા માટે 20 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આમાં સિક્યુરિટી ગાર્ડ્સ, નર્સો અને હોસ્પિટલ મેનેજરોનો સમાવેશ થાય છે.