ગાઝિયાબાદ: આ ઘટના મોદીનગરમાં બની હતી. જ્યાં ગામના લોકો કારખાનામાં કામ કરતા હતા. મીણબત્તીની ફેક્ટરીમાં એક જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગી ગઇ હતી. જે બાદ જોરદાર ધડાકો થયો અને ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઇ હતી.
જન્મદિવસમાં ઉપયોગમાં લેવામાં આવતી મીણબત્તીઓથી લઈને વિવિધ પ્રકારની મીણબત્તીઓ આ કારખાનામાં બનાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં SSP, DM ઉપરાંતના અધિકાકીઓ તથા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા ગયા હતા. ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે જ્યારે અનેક ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.