- મધ્યપ્રદેશના સતનામાં એક રોડ અકસ્માતમાં 7ના મોત
- ઘટનામાં 5 લોકો ઘાયલ
- એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
- મૃત્તકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનું સમાવેશ
ભોપાલ : મધ્યપ્રદેશના સતનામાં રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.જ્યારે 6 લોકોના ઘટના સ્થળે મોત અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
શોક સભામાંથી પન્ના પરિવાર પરત ફરી રહ્યો હતો
મળતી માહીતી મુજબ, સતનાના નાગૌદથી ગેરૂઆ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા તો 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્તકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનું સમાવેશ થાય છે.પન્ના પરિવારના લોકો એક શોક સભામાંથી પરત રીવા ફરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને રીવા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :
ગુજરાતના યાત્રાળુઓને બદ્રીનાથ જતા નડ્યો અકસ્માત, 3ના મોત
આંધ્ર પ્રદેશમાં અકસ્માતમાં 4 લોકો બળીને ખાખ, 3 ઘાયલ
વલસાડ હાઈવે પર ઝાલોરથી બેંગલોર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20 થી વધુ લોકો ઘાયલ