ત્યારે અન્ય 2 સિંહના સ્વાસ્થય સારા હોવાથી તેમના સ્વાસ્થ્ય પ્રમાણ પત્રક રાજ્ય સરકારને આપવામાં આવ્યું છે. ઈટાવા સફારીના નિર્દેશક વી.કે.સિંહે જણાવ્યું હતું કે, જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયમાંથી ટૂંક સમયમાં જ 7 સિંહોને લાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશ મોકલતા આગાઉ તમામ સિંહના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી છે. આ આગાઉ અખિલેશ યાદવની સરકારમાં 2013થી 2015ની વચ્ચે ગુજરાતથી 10 સિંહને લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 2014થી 2016 દરમિયાન 5નાં મોત થયા હતા. ગુજરાત સરકારે 11 જૂનના રોજ સિંહને ઉત્તર પ્રદેશ સરકારને આપવામાં આવ્યા હતા.