ETV Bharat / bharat

CISFના 64 જવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ

દેશભરમાં કોરોના સંક્રમિતોના દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ CISFના 64 જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CISF)ના 550 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19, CISF
64 CISF men under COVID-19 grip till May 10
author img

By

Published : May 11, 2020, 11:36 AM IST

નવી દિલ્હીઃ દેશમાં રવિવાર સુધી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના 64 જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CISF)ના 550 જવાનને કોરોના પોઝિટિવ આવ્યા છે. CISFના 64 કર્મીઓમાંથી 33 મુંબઇમાં, 22 દિલ્હીમાં, 5 કોલકાતામાં, 2 ગ્રેટર નોઇડા અને 2 અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકોમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં 18 નવા કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના મુંબઇમાં થયેલા 33 સંક્રમિત જવાનોમાંથી 29 જવાન મુંબઇ એરપોર્ટ પર, બે મુંબઇ બંદરગાહ પર અને એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પર તૈનાત હતા.

દિલ્હીમાં સંક્રમિત કેસમાં 3 દિલ્હી એરપોર્ટ પર અને 19 કેસ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં મળી આવ્યા હતા.

કોલકાતામાં કોરોના વાઇરસના કેસમાં 3 કર્મી કોલકાતા પોર્ટ ટ્રસ્ટ અને બે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડમાં ડ્યૂટી કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં નિયુક્ત સીઆઇએસએફ કર્મીઓમાંથી એકને દળની 11 બટાલિયનમાં અને અન્યને નોઇડામાં પોતાના વિશેષ સુરક્ષા સમૂહ (SSF) નિયંત્રણ કક્ષમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પોઝિટિવ મળેલા બે જવાનો એરપોર્ટ પર તૈનાત હતા.

દેશમાં 1.62 લાખથી વધુ CISF અર્ધ સૈનિક બળને વિભિન્ન ક્ષેત્રોમાં પ્રમુખ મહત્વપૂર્ણ બુનિયાદી ઢાંચાને સુરક્ષા પ્રદાન કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જે પરમાણુ પ્રતિષ્ઠાનો, અંતરિક્ષ પ્રતિષ્ઠાનો, એરપોર્ટ, બંદરગાહો, વીજળી સંયંત્રો. સંવેદનશીલ સરકારી ભવનો અને વિરાસત સ્મારકોને સુરક્ષા પ્રદાન કરે છે.

CISFને સોંપવામાં આવેલી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન, VIP સુરક્ષા વગેરે પ્રબંધન સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.