નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, કોરોના સંકટને પગલે છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા લોકડાઉનનાં સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પરિસ્થિતિની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 381 દર્દીઓ સાજા થયા છે. હાલનો રિકવરી રેટ 22.17 ટકા છે. જો કે, 24 કલાકમાં કોરોનાના 1396 કેસ સામે આવ્યાં છે. ભારતના 85 જિલ્લામાં 14 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી.
કોરોના સંકટને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેલ્લા 34 દિવસથી જાહેર થયેલા લોકડાઉન અંગે નવી માહિતી આપી હતી. આ સિવાય આરોગ્ય મંત્રાલયે ચેપ નિવારણ માટેના પ્રયાસો અંગે માહિતી આપી હતી. આઈસીએમઆરના અધિકારીઓએ દેશના જુદા-જુદા ભાગોમાં તપાસ અંગે વાત કરી હતી. સંપૂર્ણ વિગતો જાણો
સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1000થી વધુ નવા કેસ સામે આવ્યા છે, 3 એવા નવા જિલ્લા છે, જ્યાં એક પણ કેસ નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 381 દર્દીઓ સાજા થયા છે. હાલનો રિકવરી રેટ 22.17 ટકા છે. સમગ્ર દેશમાં કોરોનાના 6,184 દર્દી સાજા થયા છે. 16 જિલ્લામાં 28 દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોનાના 27 હજારથી વધુ દર્દીઓ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણવાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 થઈ હતી.