મળતી માહીતી અનુસાર આ ઘટના બની તે સમયે કુર્રો રોડ પર રેડ સિગ્નલ હતું. રાતના સમયે આ બ્રિજની ઉપરથી ઘણા લોકો પસાર થઇ રહ્યા હતા. બ્રિજની નીચે ટેક્સી ઉભી હતી. જો આ સમયે 60 સેકેંડની રેડ લાઇટ ન હોત તો આ બ્રિજની નીચે ઘણી કાર, મોટરસાયકલ અને અન્ય વાહનો પુલ હેઠળ પસાર થાય છે. જો પુલના પડવાના સમયે રેડ લાઇટ ન હોત તો અનેક લોકો તેના હેઠળ આવ્યા હોત અને એક મોટો અકસ્માત સર્જાયો હોત.
આ અકસ્માત સમયે બ્રિજની નીચે કેટલાક ઠેલાવાળા હતા અને આ પુલ હેઠળ એક કાર પાર્ક કરવામાં આવી હતી. બાકીના લોકો પુલની સાથે નીચે પડવાથી ઘાયલ થયા હતા. પરંતુ ગંભીર ઈજાઓથી આ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે.
મહારાષ્ટના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે બીએમસી કમિશ્નર, મુંબઇ પોલીસ અને રેલવે અધિકારીઓને ઝડપી બ્રિજ બનાવવા માટે અને બચાવ કામગીરી ચલાવવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત આ મામલામાં ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકના પરિવારોને 5 લાખ અને ઇજાગ્રસ્તને 50 હજારનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત સરકાર ઇજાગ્રસ્તોને સારવારનો સંપૂર્ણ ખર્ચ આપશે.