પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, પીડિતાની માતાએ લખાવ્યુ છે કે, તેમની દિકરી તેમના ઘરની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. થોડા દિવસો પહેલા તેમની પુત્રીએ ઘરે આવીને જણાવ્યુ હતું કે, તેને પેટમાં પીડા થઈ રહી છે. જ્યારે ડૉકટર પાસે ગયા ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી. બાળકીને પુછ્યુ તો તેણે આપવીતી જણાવી હતી. તેણે કહ્યુ કે, ટૉયલેટમાં એક છોકરો તેને લઈ ગયો હતો. છોકરાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. ઘટના સામે આવ્યા પછી પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
હાલમાં પોલીસે બાળકીની માતાની ફરીયાદ નોંધી છે. બાળકીની હાલત સામાન્ય થયા પછી પોલીસ આરોપી વિદ્યાર્થીની ઓળખ કરાવશે. આ કેસમાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે. DSP રાજેશ કુમારે આ અંગે જણાવ્યુ હતું કે, તેઓ 7 વર્ષથી નાની વયના આરોપીની ધરપકડ કરી શકશે નહીં. જો કે DSP એ જણાવ્યુ હતું કે, આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. બાળકના જન્મ સાથે જ તેને યોગ્ય સમજ આપવાની અને કેટલીક બાબતોથી દુર રાખવાની જરુર છે.