આ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે, ગઈકાલે આ દુર્ઘટનાની માહિતી મળી. જેમાં બિહારના 6 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. સહદુલ્લેપુરના સુનીલ ભારતી અને ઉચકા ગામના એક અન્ય યુવક સહિત સિવાનનો એક મજૂર સામેલ છે. જ્યારે ત્રણ લોકોની ઓળખ થઈ નથી.
12 કલાક બાદ મૃતદેહ કઢાયા
ઓમાનની પબ્લિક ઑથોરિટી ફૉર સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બુલન્સના અધિકરીયોએ મૃતક મજૂરોના પરિવારજનોને જણાવ્યું કે, 12 કલાકના ઑપરેશન બાદ તમામ મજૂરોના મૃતદેહ બહાર કઢાયા. દુર્ઘટનાની જાણકારી સોમવારે ભારતીય રાજદૂતને અપાઇ હતી. મૃતક મજૂરોમાં ગોપાલગંજના બે અને સીવાનનો એક સામેલ છે. અન્ય મજૂરોએ મૃતકોના પરિવારજનોને આ માહિતી આપતા ઘરમાં માતમ છવાઈ ગયો.
પરિજનોની સહાય માટે માગ
મૃતક 6 મજૂરોમાં એકની ઓળખાણ સહદુલેપુર ગામના રહેવાસી 32 વર્ષીય સુનીલ ભારતી છે. બીજાની ઓળખાણ ઉચકા ગામ રહેવાસી તરીકે થઇ છે. સુનીલ ભારતી ઓમાનના મસ્કટ શહેરમાં શાહિદ અલસેબી કંપનીમાં કામ કરવા માટે એક વર્ષ પહેલા ગયો હતો. મૃતકના પરિવારજને કહ્યું કે, ગોપાલગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ અરષદ અજીજને અરજી કરી મસ્કટથી સુનીલનો મૃતદેહ મંગાવવાની માગ કરી છે. સાથે જ શાહિદ અલસેબી કંપની પાસે સહાય રાશિની અપેક્ષા છે.