ઈન્દોરના તેજાજી નગર પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માતો સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 5 લોકોની મોત થયું છે અને 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને તેમાંથી એક આર્મી અધિકારી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ઘરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની એમ.વાય હૉસ્પિટલમાં પહોંચાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી રોડ અકસ્માતની સંખ્યામાં વધારો નોંઘાયો છે. અત્યારસુધી 12 લોકોનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જેથી અકસ્માતના વધતાં આંકડાને ધ્યાનમાં રાખી તંત્ર ચોક્કસ પગલાં તેવી લોકમાંગ પ્રબળ બની છે.