નવી દિલ્હી: રાજધાનીમાં આવેલી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રથમ કટ ઓફ હેઠળ પ્રવેશ પ્રક્રિયા બુધવારે સમાપ્ત થઈ ગઈ છે. ત્રીજા અને છેલ્લા દિવસ સુધીમાં કુલ 59,730 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી. જેમાંથી 22,186 અરજીઓને માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત 11,248 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફી પણ ભરી દીધી છે. પ્રવેશ ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે.
દિલ્હી યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2020-21 માટેના અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રથમ કટ ઓફ લીસ્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રાખવામાં આવી છે. તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ કટ ઓફ હેઠળ પ્રવેશના છેલ્લા દિવસે કુલ 59,730 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી 22,186 વિદ્યાર્થીઓએ માન્યતા પણ મેળવી લીધી છે. આ ઉપરાંત 11,248 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફી પણ સબમિટ કરી છે.
DUમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે લગભગ 70 હજાર બેઠકો છે. આ સાથે જ બુધવારે મોડી રાત સુધી ફી જમા કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 12 હજારની નજીક પહોંચી ગઈ છે, જ્યારે હજૂ વિદ્યાર્થીઓ પાસે પ્રવેશ ફી જમા કરાવવા માટે 2 દિવસનો સમય છે. આવી સ્થિતિમાં આ આંકડો હજૂ વધુ વધે તેવી સંભાવના છે.
જો DU સંલગ્ન કોલેજોની વાત કરવામાં આવે તો, પ્રથમ યાદીમાં રાજધાની કોલેજમાં 377 પ્રવેશ થયા છે. હિન્દુ કોલેજમાં 400થી વધુ અરજીઓને માન્યતા આપવામાં આવી છે. રામાનુજન કોલેજમાં 700થી વધુ પ્રવેશને માન્યતા આપવામાં આવી છે.
આ ઉપરાંત રામજસ કોલેજમાં 800 પ્રવેશને માન્યતા આપવામાં આવી છે. 130 પણ ફી જમા કરાવી છે. તે જ સમયે, મિરાંડા હાઉસ કોલેજમાં 700 પ્રવેશને માન્યતા આપવામાં આવી છે અને 300 વિદ્યાર્થીઓએ પણ ફી જમા કરાવી છે. આ ઉપરાંત શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં 101 પ્રવેશને માન્યતા આપવામાં આવી છે. જ્યારે બી.એ. ઓનર્સ ઇકોનોમિક્સમાં 83 અરજીઓને માન્યતા મળી હતી.