ETV Bharat / bharat

મુંબઈની ઝૂંપડપટ્ટીઓના 57 ટકા રહીશોમાં બની ગઇ છે એન્ટિબોડીઝ

author img

By

Published : Jul 29, 2020, 5:29 PM IST

BMCએ જણાવ્યું હતું કે, સેરો-સર્વેલાન્સ સર્વેક્ષણમાં જાણકારી મળી છે કે, ઝૂંપડપટ્ટીઓમાં રહેનાર 57 ટકા અને બિન-ઝૂંપડપટ્ટીઓમાં 17 ટકા લોકોના શરીરમાં એન્ટિબોડીઝ વિકસીત થઇ ગઇ છે.

મુંબઈની ઝૂંપડપટ્ટીઓ
મુંબઈની ઝૂંપડપટ્ટીઓ

મુંબઇ: મુંબઇમાં સેરો-સર્વેલાન્સ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ત્રણ નિકાસ વોર્ડની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 57 ટકા લોકો અને ઝૂંપડપટ્ટીની બહાર રહેતા 16 ટકા લોકોમાં એન્ટિબોડીઝ બની ગઇ છે. સેરો-સર્વેલાન્સ 3 જૂનથી શરૂ થઈ હતી અને જુલાઈના પ્રથમ 15 દિવસમાં, ઉત્તર, એમ-વેસ્ટ, એફ-નોર્થ અને સ્લમ વિસ્તારોમાં રહેતા 6,936 લોકોના નમૂના લેવામાં આવ્યા હતા.

BMCએ જણાવ્યું હતું કે, આ અધ્યયનમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય વોર્ડના ઝૂંપડપટ્ટી 57 ટકા લોકો અને બિન-ઝૂંપડપટ્ટીના 16 ટકા લોકોના શરીરમાં એન્ટિબોડીઝ વિકસીત થઇ ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં અન્ય સર્વે કરવામાં આવશે. સેરો સર્વેલન્સ એનઆઈટીઆઈ આયોગ, બીએમસી અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ સિસર્ચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. BMCએ કહ્યું કે, વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ચેપનો દર વધારે છે.

BMC એ દાવો કર્યો છે કે, ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વધુ ચેપ લાગવાના પાછળનું એક કારણ અહીંનું ઉચ્ચ વસ્તી ગીચતા હોઈ શકે છે. કારણ કે અહીં શૌચાલયો અને પાણી વપરાશના સ્થળો એક બીજીના ખુબ નજીક આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.